Legislative Assembly Bye-Election - 2019 (Gujarat State)

કાયદો અને વ્યવસ્થાના ઓનલાઈન દૈનિક અહેવાલ માટે સુચનાઓ/માર્ગદર્શન

  • સૌ પ્રથમ વેબ બ્રાઉઝર (ગૂગલ ક્રોમ, મોઝીલા ફાયર ફોક્ષ વગેરે) માં www.2019.gper.in ટાઇપ કરી એન્ટર કરો
  • ઉપરોક્ત પ્રક્રિયા કરવાથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે તૈયાર કરેલ વેબ પોર્ટલ ખુલી જશે. ડીસ્ટ્રીકટ લોગ ઈનના ટેબમાં ૪૦ જીલ્લાના નામ આપેલા છે. ત્યાર બાદ પોતાના સંબંધિત જીલ્લા પર જઈ ક્લિક કરો. અહી લોગ ઈનનું પેજ ખુલશે. પાસવર્ડના ખાનામાં પાસવર્ડ નાખી લોગ ઈન કરવું. દરેક જીલ્લાએ પોતાનો પાસવર્ડ મેળવી લેવો. પોતાનો પાસવર્ડ હંમેશા યાદ રાખવો તથા બીજા કોઈ ને જણાવવો નહિ.
  • પ્રથમ વાર લોગીન કરવાથી Enter the Name of Nodal / Gazetted Officer who checked the Today's Report આવશે, જ્યાં એન્ટ્રી કરનારે પોતાનું નામ લખવું .
  • ત્યાર બાદ જ પોતાના જીલ્લાનું ડેશબોર્ડ દેખાશે. જ્યાં અલગ અલગ એન્ટ્રી ફોર્મનું લીસ્ટ હશે.
  • ડીસ્ટ્રીકટ પ્રોફાઈલ સેક્શનમાં પોતાના જીલ્લાની વિવિધ જાણકારી ભરવાની છે. આ એન્ટ્રી ફક્ત એકજ વાર કરવાની છે. જરૂર પડ્યે એ સુધારવા માટે એડિટ કરી શકાય છે. તે એન્ટ્રી કરવા અને સુધારવા માટે હંમેશા ચાલુ રહેશે.
  • ત્યાર પછીનું સેક્શન ડેઈલી એન્ટ્રીનું છે. જ્યાં અલગ અલગ માહિતી માટેના ફોર્મ આપેલા છે જેની માહિતી અહીં ભરવાની રહેશે.
  • આ માહિતી રોજેરોજની હોવાને કારણે તેમાં સમયસીમા પણ નિર્ધારિત રહેશે. સમય પૂરો થયા પછી આ ફોર્મની એન્ટ્રી બંધ થઇ જશે અને ત્યાર બાદ તે તારીખની માહિતી ભરી શકાશે નહિ.
  • ડેઈલી એન્ટ્રી સેક્શનમાં ૧૪ ફોર્મ્સ આપેલા છે, જેમાં એન્ટ્રી નિર્ધારિત ક્રમમાં જ કરવી. દરેક ફોર્મ્સના નામ સાથે એનો ક્રમ નંબર પણ આપેલો છે.
  • (૧) પર્ફોમા-A:- જ્યાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન CrPc હેઠળ કરેલ કાર્યવાહીની માહિતી આપવાની છે. આ ફોર્મમાં ૧૦૭/૧૧૬, ૧૦૯, ૧૧૦ અને ૧૫૧ હેઠળ થયેલા કેસો અને આરોપી/વ્યક્તિઓના આંકડા ભરવા. જો કોઈ માહિતી ના હોય તો ત્યાં ૦ (શૂન્ય) ભરવું. કોઈ પણ ખાનું ખાલી રાખવું નહિ. “Nill” “-“ “NO” કે અન્ય કોઈપણ જાતની નિશાની કરીને લખાણ લખવું નહિ.
  • (૨) પર્ફોમા-B:- આ ફોર્મમાં તડીપાર, પાસા અને Externment, PASA અને પ્રોહી-૯૩ને લગતી વિગતો લખવી
  • (૩) પર્ફોમા-C:- આ ફોર્મમાં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા તમામ ગુનાઓની ફક્ત સંખ્યા લખવી.
  • () લાઈસન્સ્ડ આર્મ્સ:- આપના શહેર/જીલ્લાના પરવાના વાળા હથિયારોની કૂલ સંખ્યાની માહિતી અહી લખવી, રોજે રોજ લાઈસન્સ હથિયારોની જમા, જપ્ત અને રદની સંખ્યા લખવી. કુલ હથિયારોની માહિતી જીલ્લાના પ્રોફાઈલમાં લખેલ રહેશે.
  • () અનલાઈસન્સ્ડ આર્મ્સ:- પરવાના વિનાના હથિયારો પકડાયેલ હોય તેની સંખ્યા લખવી
  • () સીઝર ઓફ લીકર એન્ડ કેશ:‌- રોજે રોજ જે દારૂ અને કેશ જપ્ત કરવામાં આવી હોય તેની માહિતી અહી લખવી. દેશી દારૂ લીટરમાં લખવો અને તેની કિંમત લખવી. વિદેશી દારુ બોટલની સંખ્યામાં લખવી અને તેની કિંમત લખવી.
  • () નોન બેલેબલ વોરંટ:- જીલ્લામાં રોજે રોજ બજેલ બીન જામીન પાત્ર વોરંટની માહિતી લખવી.
  • () વલ્નરેબલ હેમલેટસ:- જીલ્લામાં 107 with 151, 107 with 116, 109,110 અને Others ની રોજે રોજની કાર્યવાહી લખવી.
  • () નાકાબંધી:શહેર જીલ્લામાં રોજેરોજ થયેલી નાકાબંધીની માહિતી સંખ્યામાં લખવી. (જે તે દિવસે જેટલા નાકા કાર્યરત હોય તે સંખ્યા લખવી)
  • (૧૦) ફ્લાઈંગ સ્ક્વોડ:- ફ્લાઈંગ સ્ક્વોડની માહિતી લખવી. (જે તે દિવસે જેટલા ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત હોય તે સંખ્યા લખવી)
  • ઉપરના બધા ફોર્મ્સ ફક્ત એકવાર ભરવા તેમજ બધા જ ફોર્મ્સ ફરજીયાત ભરવાના રહેશે.

(૧૧) LOR FORM-1 PART II A & B:- આ ફોર્મમાં ચૂંટણીને લગતા કોઈ હિંસાત્મક અને મોટા બનાવ બનેલ હોય તો એની જ માહિતી લખવી. આપના જીલ્લા/શહેરમાં જો કોઈ બનાવ બનેલ ન હોય તો આ ફોર્મ ભરવ્રું નહિ. એક કરતા વધુ બનાવ બનેલ હોય તો જેટલા બનાવ બનેલ હોય એટલી વાર આ ફોર્મ ભરવું એટલે કે દરેક બનાવ દીઠ અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં ૫ નંબરના ફીલ્ડને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમાં Police Station ના કોલમમાં ફક્ત પોલીસ સ્ટેશનનું નામ લખવું. Cr. No. & sections ના કોલમમાં ગુના રજી. નંબર તથા કલમો લખવી) નમુનો નીચે આપેલ છે.
{ I Cr. no. 53/2017 u/s 324, 323, 504, 506(2) of IPC & u/s 135 of GP act. }  

  • (૧૨) LOR FORM-II ઉપરના બધા ફોર્મસમાં એન્ટ્રી થઇ ગયા પછી આ ફોર્મમાં એન્ટ્રી કરવી. આ ફોર્મમાં એન્ટ્રી કરતા સમયે બધા ફિલ્ડમાં આકડા ભરેલા જ હશે. અહીં દરેક એન્ટ્રી એકવાર ચકાસવી અને ખાતરી કરી લેવી કે દરેક સંખ્યા સાચી લખેલી છે કે નહીં. જો કોઈ સંખ્યા ખોટી જણાય તો તે ફોર્મમાં જઈ એડિટ બટન દબાવવું અને તે આંકડા સુધારી ફરી ૧૨ નંબરના ફોર્મમાં જઈ ચકાસણી કરવી. 
  • આ ફોર્મમાં બધા ફિલ્ડમાં સંખ્યા લખેલી હશે. ૮ નંબરના ફિલ્ડમાં રિમાર્ક્સ માટે ફિલ્ડ છે તેમાં કોઈ રિમાર્ક્સ હોય તો લખવા ત્યાર બાદ ફોર્મ સબમીટ કરવું. એક વાર સબમિટ કર્યા પછી બીજા કોઈ પણ ફોર્મની વિગત બદલી શકાશે નહિ.
  • (૧૩) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ દરમ્યાન નોંધાયેલ ચૂંટણીલક્ષી ગુનાઓની વિગત:- આ પત્રકમાં ચૂંટણીલક્ષી નોંધાતા તમામ ગુનાની માહિતી ગુજરાતી ભાષામાં ભરવાની રહેશે. (એન.સી. સહિત). નિયત નમુનાના પત્રકની તમામ માહિતી કોલમ મુજબ ભરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કોઈ ગુનો નોંધવાનો રહી જાય તો બીજા દિવસે પણ માહિતી ભરી શકાસે. આશય માત્ર એટલો જ છે કે ચૂંટણીલક્ષી બનતા તમામ બનાવોની નોંધ થવી જરૂરી છે. LOR FORM માં (ડી.આર.માં) જે બનાવ આવરી લીધેલ હોય તે બનાવની વિગત પણ ગુજરાતીના ૧૧ કોલમના પત્રકમાં ભરવાની રહેશે.
  • (૧૪) એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાતા ગુનાની હકીક્ત:  એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાતા તમામ ગુનાની હકીકત આ ફોર્મમાં અંગ્રેજીમાં ભરવાની રહેશે.
  • (૧૫) Change Request: તમામ ફોર્મ્સ એડ કર્યા બાદ “Submit” બટન ક્લીક કરવાનું રહે છે. ત્યારબાદ જો ભુલ જણાય અને આપને સુધારો કરવાનો થતો હોય તો “Change Request” ક્લીક કરી ખોલીને આ ફોર્મ ભરવુ અને ભુલ સંદર્ભે સ્પષ્ટ માહિતી ભરવી.
  • દરેક ફોર્મ ભર્યા બાદ Daily District Reports પર ક્લિક કરી તમામ રીપોર્ટ ની પ્રિન્ટ મેળવી લેવી.
  • ઈન્ટેલીજન્સની “એમ” (ચૂંટણી સેલ) શાખાનો ટેલીફોન નંબર:- ૦૭૯-૨૩૨૫૪૨૪૨
  • ઈ-મેઈલ:‌- jmbranch-ib@gujarat.gov.in
  • શ્રી અભિજીત દવે (ટેકનિકલ પર્સન):- મો.નં.: ૯૦૯૯૩૫૩૬૦૦

ડીસ્ટ્રીકટ પ્રોફાઈલ
ફક્ત પ્રથમ દિવસે પ્રોફાઈલમાં એક જ વાર માહિતી ભરવી.
(૧) No of Total Licensed Arms, (૨) Sensitivity, (3) No of Hamlets identified as Vulnerable
(4) No of persons identified as probable source of trouble
(અત્રે ઉલ્લેખનીય છે કે, No of Hamlets identified as Vulnerable  તથા No of persons identified as probable source of trouble ની માહિતી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતે ફાયનલ થયેલ હોય તે જ લખવાના રહેશે)